News of Tuesday, 18th September 2018
યુ.એસ.માં મિચિગન સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન જાુમાના નગરવાલાની મુશ્કેલીમાં વધારોઃ અગાઉ ૬ સગીર બાળકીઓની સુન્નત કર્યાના આરોપ બાદ હવે વધુ ૩ બાળકીઓની પણ સુન્નત કર્યાનો આરોપ
મિચીગનઃ ૭ થી ૧૨ વર્ષની ૬ સગીર બાળાઓની સુન્નત કરવાના આરોપસર કોર્ટ કેસનો સામનો કરી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન જુમાના નગરવાલા ઉપર ૧૨ સપ્ટેં.ના રોજ ડેટ્રોઇટ, મિચીગન ફેડરલ કોર્ટમાં વધુ ૩ બાળકીઓની પણ સુન્નત કર્યાનો આરોપ મુકાતા હવે આ સંખ્યા ૯ની થઇ છે. જો કે તેમણે મિચીગન, મિન્નેસોટા સહિતના સ્થળોએ આવી એક સો જેટલી સુન્નત કરી હોવાનું પ્રોસીકયુટરનું અનુમાન છે.
જો કે દાઉદી વહોરા કોમમાં આ બાબત એક ધાર્મિક વિધિ છે તેનું અનુમોદન આપવા અમુક જ્ઞાતિજનોએ જયુરી સમક્ષ જુબાની પણ આપી છે. તથા અમુક સ્થાનો ઉપર આ બાબત અપરાધ ગણાતો નથી તેવું પણ બચાવ પક્ષના વકીલે જણાવ્યું છે.
(11:12 pm IST)