એન. આર. આઈ. સમાચાર
News of Monday, 19th August 2019

''સાઉથ એશિઅન સ્પેલીંગ બી'': યુ.એસ.માં દર વર્ષે સાઉથ એશિઅન સ્ટુડન્ટસ માટે યોજાતી સ્પર્ધાઃ ૨૦૧૯ની સાલના વિજેતા તરીકે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ નવનીત મુરલી વિજેતાઃ ૩૦૦૦ ડોલરનું ઇનામ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ

ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ નવનીત મુરલીએ ''૨૦૧૯ સાઉથ એશિઅન સ્પેલીંગ બી ''સ્પર્ધાનું વિજેતાપદ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ છે. તેને ૩ હજાર ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે. તેણે ફલાઇપ શબ્દનો સાચો સ્પેલીંગ બતાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ''સાઉથ એશિઅન સ્પેલીંગ બી (SASB) સ્પર્ધા સાઉથ એશિયાના સ્ટુન્ડટસ માટે દર વર્ષે યોજાય છે.

(12:00 am IST)