એન. આર. આઈ. સમાચાર
News of Monday, 19th August 2019

હવે કેન્સરની ગાંઠનું પ્રાથમિક તબકકે જ નિદાન થઇ શકશેઃ ઇન્ડિયન અમરિકન પ્રોફેસર બાલાજી પંચપકેસનના નેતૃત્વ હેઠળની સંશોધક ટીમએ ચિપ બનાવી

મેસ્સેચ્યુએટસઃ યુ.એસ.માં વર્સેસ્ટર પોલિટેકનીક ઇન્સ્ટીટયુટના સંશોધક મિકેનિકલ એન્જીનીયરીંગ પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી બાલાજી પંચાપાકેસનના નેતૃત્વ હેઠળની સંશોધક ટીમએ કાર્બન નેનોટયુટમાંથી બનાવેલી ચિપ તૈયાર કરી છે. જે કેન્સરી ગાંઠને તુરત જ શોધી કાઢે છે. જે વર્તમાન ટેકનોલોજી કરતા વધુ સંવેદનશીલ છે. તથા પ્રાથમિક તબકકે થતી કેન્સરની ગાંઠને તુરત જ શોધી કાઢી સારવાર આપવામાં થતો વિલંબ નિવારે છે.

ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તબકકે કેન્સરની શરૂઆત થતી જોવા નહીં મળતા તેની સારવાર મુશ્કેલ તથા કયારેક અસાધ્ય બની જાય છે. પરંતુ આ ચિંપથી પ્રાથમિક તબકકે જ નિદાન થઇ જવાથી સારવાર સરળ બની શકશે. જો આ ગાંઠનું નિદાન મોડુ થાય તો તેના જંતુઓ ટુંક સમયમાં જ અબજોની સંખ્યામાં શરૂરમાં ફેલાઇ જાય છે.

(8:14 pm IST)