એન. આર. આઈ. સમાચાર
News of Friday, 16th August 2019

ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી રવિ સંગીસેટીએ લુસીઆનામાંથી સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવીઃ શ્રેષ્ઠ શિષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા, તથા આર્થિક સલામતી બક્ષવાનો હેતુ

 

        

લુસીઆનાઃ યુ.એસ. સ્થિત ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી રવિ સંગીસેટીએ લુસીઆનાના ૯૮ માં ડીસ્ટ્રીકટમંાથી સ્ટેટ હાઉસ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

પોતાના ડીસ્ટ્રીકટના લોકો વધુ સમૃદ્ધ તથા સુખી જીવન જીવી શકે તેવા હેતુથી તેઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે, ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા, તેમજ આર્થિક સલામતિ જળવાઇ રહે તે માટે તેમણે ઉમેદવારી નોંધાવી હોવાનું તેમની કમ્પેન સાઇટ ઉપરથી જાણવા મળે છે.

(10:03 pm IST)