એન. આર. આઈ. સમાચાર
News of Monday, 17th June 2019

યુ.એસ.ના સુગરલેન્ડ સીટી કાઉન્સિલર તરીકે સૌપ્રથમવાર ભારતીય મૂળના મુસ્લિમ ઉમેદવાર શ્રી નૌશાદ કરમલી ચૂંટાઈ આવ્યા

સુગરલેન્ડ : યુ.એસ.ના ટેક્સાસમાં આવેલા સુગરલેન્ડના ડીસ્ટ્રીકટ 2 ના કાઉન્સિલરની  રસાકસીભરી ચૂંટણીમાં સૌપ્રથમવાર ભારતીય મૂળના મુસ્લિમ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ શ્રી નૌશાદ કરમલીના નામે નોંધાયો છે.તેઓ 57.26 મતો સાથેની બહુમતી મેળવી વિજેતા બન્યા છે.

શ્રી નૌશાદનો પરિવાર આફ્રિકાના કમ્પાલાથી અમેરિકામાં સ્થાયી થયેલો છે.તેમના માતાપિતા ભારતીય મૂળના છે.

(12:16 pm IST)