એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th May 2020

કોવિદ -19 : આર્થિક મંદી વચ્ચે નોકરી ગુમાવનાર H-1B વિઝાધારકો માટે મેડિકલ ઈન્સ્યુરન્સ ચાલુ રાખવો હિતાવહ

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના કહેરને કારણે અનેક H-1B    વિઝાધારકો માટે નોકરી ચાલુ રહેવા અંગે લટકતી તલવાર છે.અમુક લોકો નોકરી ગુમાવી ચુક્યા છે.અથવા અમુક આગામી દિવસોમાં નોકરી ગુમાવવાના ભય હેઠળ દિવસો પસાર કરી રહ્યા છે.

આ સંજોગોમાં નોકરી ગુમાવ્યા પછી પણ હેલ્થ ઈન્સ્યુરન્સ ચાલુ રાખી શકવાની જોગવાઈ છે.જે મુજબ પૂર્વ માલિક પોતાની કંપની મારફત આ વીમો ચાલુ રખાવી શકે છે અથવા બીજી વીમા કંપનીનો વીમો લઇ શકાય છે.પરંતુ જો પોતાની કંપની વીમો ચાલુ રાખવા દેવા સંમત હોય તો તેણે પસંદ કરેલી કંપની દ્વારા વીમો ચાલુ રાખવો વધુ હિતાવહ છે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(1:06 pm IST)