News of Monday, 20th May 2019
ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસની સમાન વેતન માટે માંગણી : પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચે વેતનમાં રહેલી અસમાનતા દૂર કરવાનો હેતુ
વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર તથા અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસએ સમાન વેતન માટે માંગણી કરી છે.જેનો હેતુ પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચે વેતનમાં રહેલી અસમાનતા દૂર કરવાનો છે.
તેમણે જણાવ્યા મુજબ આ અગાઉ 2017 ની સાલમાં મહિલાઓને પુરુષો કરતા 20 ટકા ઓછું વળતર મળ્યું હતું જેમાં મુખ્યત્વે માઇનોરિટી કોમ્યુનિટીની મહિલાઓનો સમાવેશ થતો હતો. આથી તેમણે કોર્પોરેટ કંપનીઓ માટે પે ડેટા જાહેર કરવાની માંગણી કરી છે.લોસ એંજલ્સમાં ગઈકાલ રવિવારે યોજાયેલી કોલેજ રેલીમાં તેમણે ઉપરોક્ત ઉદબોધન કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:03 pm IST)