અમેરિકાની ધરતી ઉપર ગુજરાતનું ગૌરવ વધારતા શ્રી નરેન્દ્રભાઇ પાઠક : કોમ્યુનીટી હીરો એવોર્ડથી બહુમાન કરાયું : કેલિફોર્નિયાના રપ મા ડીસ્ટ્રીકટના એસેમ્બલી મેમ્બરના હસ્તે એવોર્ડ એનાયત
કેલિફોર્નિયા : યુ.એસ.મા સન્નીવલે કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરીકન કોમ્યુનીટી લીડર શ્રી નરેન્દ્ર પાઠકનું કોમ્યુનીટી હીરો એવોર્ડ થી બહુમાન કરવામાં આવ્યું.
ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીદાસ મુકામે યોજાઇ ગયેલા સન્માન સમારંભમાં કેલિફોર્નિયા એસેમ્બલી ડીસ્ટ્રીકટ રપ ના ૮૦ કોમ્યુનીટી અગ્રણીઓનું મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.
રપ માં એસેમ્બલી ડિસ્ટ્રીકટમાં વસતા પોતાની કોમ્યુનીટીના પ્રજાજનોનું જીવન ધોરણ ઉંચુ લાવવા પોતાના સમય અને શકિતનો ઉપયોગ કરવા બદલ જુદી જુદી કોમ્યુનીટીના ૮૦ અગ્રણીઓના બહુમાન પ્રસંગે એસેમ્બલી મેમ્બર કાનસેન ચુ એ અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી.
ગુજરાતના કરમસદના વતની શ્રી નરેન્દ્રભાઇ પાઠક ઇકોનોમિકસ સાથે બી.એ. ની ડીગ્રી તથા લેબર લો અને ક્રિમીનલ લો ની લો ડીગ્રી ધરાવે છે. તેએા હયુમન રાઇટસ, ઇમીગ્રેશનને લગતા પ્રશ્નો હયુમન ટ્રાફિકીંગ, આતંકવાદને લગતા પ્રશ્નો, સામાજીક પ્રશ્નો, ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમ સિવીલ રાઇટસ સહિત વિવિધ ક્ષેંત્રે સેવાઓ આપી રહ્યા છે.
કોમ્યુનીટી સેવાઓ માટે તેઓ ડીવોશ્નલ એશોશિએશન ઓફ સીતારામ બોર્ડ ઓફ ટ્રસ્ટીસમા સેવાઓ આપી રહ્યા છે. કેલિફોર્નિયા ગુજરાત સિસ્ટર સ્ટેટ એશોશિએશન ઇન્ડિયા હેરીટેજ રિસર્ચ ફાઉન્ડેશન, બે એરીયા ગુજરાતી સમાજ, ઇન્ડિયા કલ્ચરલ એશોશિએશન ઓફ બે એરિયા તથા બ્રાહ્મિન સમાજ ઓફ USA ના કો.ઓર્ડીનેટર છે. તેમણે ચેરીટેબલ કેર ફાઉન્ડેશનમાં ટ્રેઝરર તરીકે પણ સેવાઓ આપેલી છે.
તેમણે સન્નીવલે સીટી કમિશ્નર તરીકે સેવાઓ આપેલી છે. ઉપરાંત હાઉસીંગ એન્ડ હયુમન સર્વિસીઝ તેમજ બોર્ડ ઓફ લાઇબ્રેરી ટ્રસ્ટીઝ તેમજ બોર્ડ ઓફ લાઇબ્રેરી ટ્રસ્ટીઝમા સેવાઓ આપેલી છે.
તેઓ તેમના પત્ની શ્રીમતિ ગીતાબેન પાઠક, પુત્ર સાગર પાઠક, તથા પુત્રી શ્રૃતિ પાઠક તથા પૌત્રી એરી પાઇપર પાઠક સાથે સુખી કુટુંબજીવનનો આનંદ માણી રહ્યા છે. તેવું શ્રી રમેશ શર્માની યાદી જણાવે છે.