એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th March 2019

" રાજ ફોર હ્યુસ્ટન " : યુ.એસ.માં હ્યુસ્ટન સીટી કાઉન્સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી રાજ સલહોત્રા : 200 જેટલા સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું

હ્યુસ્ટન : યુ.એસ.માં હ્યુસ્ટન સીટી કાઉન્સીલર તરીકે  ઇન્ડિયન અમેરિકન યુવાન 28 વર્ષીય શ્રી રાજ સલહોત્રાએ  200 જેટલા સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું છે. હાર્વર્ડ યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ શ્રી રાજએ  હ્યુસ્ટનમાં વસતા પ્રજાજનોને એક તાંતણે બાંધવા તથા અમેરિકન ડ્રિમ સાકાર કરવા ,સહુ માટે રહેણાંક તેમજ આર્થિક  તકોના નિર્માણ સહિતના હેતુઓ સાથે ઉમેદવારી નોંધાવી છે.

તેઓ યંગ હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટનના પ્રેસિડન્ટ છે.તથા શિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમજ જરૂરિયાતમંદ ઇમિગ્રન્ટ્સ બાળકોને શિક્ષણ આપવા ક્ષેત્રે કાર્યરત છે.વિશેષ માહિતી તેમની વેબસાઈટ www.rajforhouston.com પરથી મળી શકશે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)