એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th March 2019

" હોલી ફેસ્ટીવલ " : યુ.એસ.માં તેલંગણા અમેરિકન તેલુગૂ એશોશિએશનના ઉપક્રમે ફ્રેમન્ટ કેલિફોર્નિયા મુકામે 23 માર્ચ શનિવારના રોજ ઉજવાનારો ઉત્સવ : લાઈવ ઢોલ,નોનસ્ટોપ ડી.જે.તથા ડાન્સ સાથે થનારી ઉજવણીમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

કેલિફોર્નિયા : યુ.એસ.માં તેલંગણા અમેરિકન તેલુગૂ એશોશિએશનના ઉપક્રમે ફ્રેમન્ટ કેલિફોર્નિયા મુકામે  23 માર્ચ શનિવારના રોજ હોલી ઉત્સવ ઉજવાશે જેનો સમય સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીનો રહેશે

લેઈક એલિઝાબેથ પાર્ક વૉટર પાર્ક પાસે ફ્રેમન્ટ કેલિફોર્નિયા મુકામે થનારી ઉમંગભેર ઉજવણીમાં લાઈવ ઢોલ,નોનસ્ટોપ ડી.જે.તથા ડાન્સ સાથે તહેવારનો આનંદ માણવા  તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)