એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 20th February 2021

કેનેડા સ્થિત શ્રી ઘનશ્યામભાઈ પટેલ ને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : ભારતીય બાળકો અને શિક્ષકો ની ગણિત, વિજ્ઞાન ક્ષેત્રે પ્રતિભા વિકસાવવા આપેલી સેવાઓ બદલ સન્માનિત કરાયા

કેલિફોર્નિયા : રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ( ભારત ) સંચાલિત નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર્સ સાયન્ટીસ્ટ અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના કેનેડા ના ડિરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ આર પટેલ ની ભારતીય બાળકો અને શિક્ષકો ની ગણિત, વિજ્ઞાન ક્ષેત્રે પ્રતિભા વિકસાવવા આજીવન કરેલ દીર્ઘકાલીન નિસ્વાર્થ સેવાઓ ,  ગણિત,  વિજ્ઞાન ની પ્રવૃતિઓ ના પ્રચાર અને પ્રસાર માટે કરેલ કાર્ય, ગણિત પરત્વે નો પ્રેમ , નિષ્ઠા ને દયાનમાં લઈ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના ચેરમેન ડો. ચંદ્રમૌલી જોશી અને એવોર્ડ સિલેકશન કમિટીએ લાઈફ ટાઈમ એચીવેમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરી હતી .શ્રી ઘનશ્યામભાઈ પટેલે ખેડા જિલ્લામાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના પૂર્વ અધ્યક્ષ તરીકે અને ખેડા જિલ્લા માદયમિક અને ઉચ્ચતર માદયમિક શાળા વિજ્ઞાન મંડળ ના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપેલ છે . કેનેડા માં તેમણે ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ૨૦૨૦ માં ભારતીય બાળકો ને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા . ૧૪ માં નેશનલ મેથ્સ કન્વેનશન ૨૦૨૧ માં પણ ગણિત કવીઝ , ગણિત મોડેલ , ગણિત નિબંધ વગેરે સ્પર્ધાઓ માં  વિદ્યાર્થીઓને ભાગ લેવા માર્ગદર્શન આપેલ . શ્રી ઘનશ્યામ પટેલ ને ૧૪ મા નેશનલ મેથ્સ કન્વેનશન મા ઓનલાઇન લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળેલ છે .તેવું શ્રી કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયાની યાદી જણાવે છે.

(11:39 am IST)