એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th November 2019

યુ.એસ.સ્થિત વિશ્વના સૌથી મોટા ગણાતા હોટેલ ઓનર્સ એશોશિએશન (AAHOA) અને હોસ્પિટાલીટી સકસેસ વચ્ચે પાર્ટનરશીપઃ હોટેલિઅર્સની આવક વધારવા વ્યકિતગત માર્ગદર્શન મેળવવાનો હેતુ

વોશીંગ્ટનઃ યુ.એસ.સ્થિત વિશ્વના સૌથી મોટા ગણાતા હોટેલ ઓનર્સ એશોશિએશન (AAHOA) તથા ન્યુયોર્ક સ્થિત કંપની હોસ્પિટાલીટી સકસેસએ પાર્ટનરશીપ જોડાણ કર્યુ છે જેનો હેતુ હોટેલિઅર્સની આવક વધારતું મેનેજમેન્ટ માટે મદદરૃપ થશે. તેમ બંને પાર્ટનરના હોદેદારોએ જણાવ્યું હતું.

હોસ્પિટાલીટી સકસેસના સંસાલકો હોટેલિઅર્સને વ્યકિતગત માર્ગદર્શન આવી તેમની આવક વધારવાના સ્ત્રોત બતાવશે.

ઉલ્લેખનીય છે કે AAHOA ૧૮૫૦૦ મેમ્બર્સ ધરાવતું વિશ્વનું સૌથી મોટું હોટેલ ઓનર્સ એશોશિએશન ગણાય છે. જયારે હોસ્પિટાલીટી સકસેસ હોટેલિઅર્સની આવક વધારવા માટે માર્ગદર્શન આપતું ન્યુયોર્કનું સુવિખ્યાત ઓર્ગેનાઇઝેશન છે.

(8:42 pm IST)