એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 16th November 2019

''ગુજરાતી યુનિટી ફેસ્ટીવલ'': યુ.એસ.માં ગુજરાતી એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે યોજાઇ ગયેલો બે દિવસિય ફેસ્ટીવલઃ ૬૦ ઉપરાંત ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્શ, મંદિરો, તથા સમાજના પ્રતિનિધિઓએ હાજરી આપીઃ ડાન્સ,મ્યુઝિક,આર્ટ, પેનલ ડીસ્કશન, હેલ્થફેર, સહિત ગુજરાતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતા કાર્યક્રમો યોજાયાઃ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા પાઠવી

ન્યુજર્સીઃ યુ.એસ.માં ગુજરાતી એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે સૌપ્રથમવાર ''ગુજરાતી યુનિટી ફેસ્ટીવલ'' યોજાઇ ગયો.

૨ તથા ૩ નવેં.૨૦૧૯ દરમિયાન ઓન્ટારીયો કન્વેન્શન સેન્ટર મુકામે મળેલા બેદિવસિય ફેસ્ટીવલમાં સાન ડિએગો, લાસ વેગાસ, બેકર્સફિલ્ડ, તથા આઇલેન્ડમાં વસતા ગુજરાતીઓ ઉમટી પડયા હતાં. જેમાં ૬૦ જેટલા ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્શ મંદિરો તથા સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો.

ફેસ્ટીવલમાં ગુજરાતના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાનું નિદર્શન ઉપરાંત ડાન્સ, મ્યુઝીક,આર્ટ,સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાતના સ્વાદિષ્ટ ભોજન, પેનલ ડીસ્કશન, હેલ્થફેર, સહિતના આયોજનો કરાયા હતા.

ફેસ્ટીવલમાં GSSC પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઇ પટેલ, શ્રી પ્રમોદ મિસ્ત્રી, શ્રી પોપટ સાવલા ડો.અનિલ શાહ, શ્રી ભૂપેશ પરીખ, ડો.જગદીશ પટેલ, ડો.નિતીન શાહ, સુશ્રી મીના ચોકસી, શ્રી સ્પર્શ શાહ, શ્રી રાહુલ કપૂર જૈન, શ્રી ઓસમાણ મીર, સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

સંમેલનમાં જયભારત રેસ્ટોરન્ટ, રસરાજ, ટી ઇન્ડિયા કેટરીંગનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સ્પોન્સર્સ તરીકે જીજાબેન પટેલ ફાઉન્ડેશન શ્રી ભૂપેશ તથા સુશ્રી કુમુદ પરીખ, બિગ સેવર ફુડસ, સ્માર્ટ વિલેજીસ ઇનિશીએટીવલ તથા શ્રી પોપટલાલ તથા ડો.કલ્પના સાવલાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ફેસ્ટીવલને શુભેચ્છા પાઠવી હતી.

(8:36 pm IST)