એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 19th October 2019

અમેરિકાનું ગ્રીન કાર્ડ આપવા માટેના લાંબા લીસ્ટનો વહેલી તકે નિકાલ કરોઃ ઇમીગ્રન્ટસ પરિવારોની સમસ્યાને વાચા આપતું બિલ સેનેટમાં રજ

વોશીંગ્ટનઃ યુ.એસ.સંસદમાં ડેમોક્રેટ સેનેટર ડીક ડર્બીન તથા પેટ્રીક લીએ બુધવારના રોજ ''રિઝોલ્વીંગ એક્ષ્ટેન્ડેડ લિમ્બો ફોર ઇમીગ્રન્ટ એમ્પલોયીઝ એન્ડ ફેમિલીઝ  (RELIEF) એકટ મુજબ બિલ રજુ કર્યુ છે. જેમાં ઇમીગ્રન્ટસ પરિવારો માટેના ગ્રીન કાર્ડનું લાંબુ લીસ્ટ દૂર કરી વહેલી તકે ગ્રીન કાર્ડ આપી દેવા અનુરોધ કરાયો છે. હાલમાં ચાલતી પ્રક્રિયા મુજબ આ લોકોને ૧૦ થી ૧૫૦ વર્ષ જેટલો સમય ગ્રીન કાર્ડ મેળવવામાં લાગી જાય તેમ છે.

જો આ બિલ સેનેટમાં પસાર થાય તો સૌથી વધુ ફાયદો ભારતીય મૂળના નાગરિકોને છે. જો કે સેનેટમાં રિપબ્લીકન પાર્ટીની બહુમતિ હોવાથી બિલ મંજુર થવાની શકયતા નહીંવત છે.

બિલમાં વધુમાં દર્શાવાયા મુજબ લાખો ઉપરાંત અરજદારો ગ્રીન કાર્ડની પ્રતિક્ષામાં છે. જે પૈકી ર લાખ ૨૬ હજાર ફેમિલી ગ્રીન કાર્ડ તથા ૧ લાખ ૪૦ હજાર એમ્પલોપમેન્ટ ગ્રીન કાર્ડ દર વર્ષે આપવામાં આવે છે. જે સંખ્યા વણી ઓછી છે.

(9:08 pm IST)