એન. આર. આઈ. સમાચાર
News of Monday, 19th August 2019

ઇન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્શ ટીમએ અમેરિકાની મુલાકાત લીધીઃ ટીમ પ્રેસિડન્ટ શ્રી વિનય સહસ્ત્રબુધ્ધએ એટલાન્ટામાં મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરા કર્યાઃ વોશીંગ્ટન ડીસીમાં ''ઇમર્જીગ ઇન્ડિયા''વિષય ઉપર ઉદબોધન કર્યુ

વોશીંગ્ટન ડીસીઃ ઇન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્શ પ્રેસિડન્ટ શ્રી વિનય સહસ્ત્રીબુધ્ધે તથા તેમની ટીમએ તાજેતરમાં ૮ થી ૧૨ ઓગ.૨૦૧૯ દરમિયાન અમેરિકાની મુલાકાત લીધી હતી. તથા એટલાન્ટા જયોર્જીયામાં આવેલા માર્ટિન લ્યુથર કિંગ જુનિઅર નેશનલ હિસ્ટોરીકલ પાર્કમાં મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરા કર્યા હતા.

તેમણે ૧૨ ઓગ.ના રોજ વોશીગ્ટન ડીસી મુકામે ''પ્રોસ્પેકટસ એન્ડ ચેલેન્જીસ ફોર અને ઇમર્જીગ ન્યુ ઇન્ડિયા વિષે ઉદબોધન કર્યુ હતું. તથા જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી લેવા સહિત મોદી સરકારના નેતૃત્વ હેઠળ થઇ રહેલા દેશના સર્વાગી વિકાસ વિષે જાણકારી આપી હતી.

(8:15 pm IST)