એન. આર. આઈ. સમાચાર
News of Friday, 16th August 2019

અમેરિકાના ઇલિનોઇસમાં આગામી વર્ષથી એપ્રિલ માસ શીખ અવેરનેસ એન્ડ એપ્રીશીએશન મંથ તરીકે ઉજવાશેઃ શીખ ગુરૂદ્વારા ખાતે હાજર રહી ગવર્નરે નવા કાયદામાં સહી સિકકા કરી શીખોના યોગદાનને બિરદાવ્યું

 

ઇલિનોઇસઃ યુ.એસ.માં ઇલિનોઇસ ગવર્નર જે.બી. પ્રિઝુકરએ એપ્રિલ માસને ''શીખ અવેરનેસ એન્ડ એપ્રીશીએશન મંથ'' તરીકે માન્યતા આપતા કાયદામાં ઓગ. ર૦૧૯ ના રોજ સહી સિકકા કર્યા છે.

શીખ રીલીજીયસ સોસાયટી પેલેટાઇન ગુરુદ્વારા ખાતે યોજાયેલા સહી સિકકાના પ્રોગ્રામ સમયે ઉપસ્થિત ર૦૦ ઉપરાંત શીખોએ કાયદાને ઉમંગભેર વધાવ્યો હતો. ગવર્નરે શીખોના યુ.એસ.માં યોગદાનને બિરદાવ્યું હતુ તથા તે માટે ગૌરવ વ્યકત કર્યુ હતુ. તથા હવેથી દર વર્ષે ઇલિનોઇસ સ્ટેટમાં એપ્રિલ માસ શીખ અવેરનેસ એન્ડ એપ્રિશીએશન મંથ તરીકે ઓળખાશે તેમ જણાવ્યું હતુ.

પ્રસંગે બિલ સ્પોન્સર કરનાર મિચેલ મુસખાન સહિતના સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ્સ હાજર રહ્યા હતા. તેમજ સેનેટ પ્રેસિડન્ટ તથા બિલને સમર્થન આપનાર તમામ રીપ્રેઝન્ટેટીવ્સ હાજર રહ્યા હતા. નવા સુધારા સાથેનો ઉપરોકત કાયદો જાન્યુ. ર૦ર૦ થી અમલી બનશે. ઙ્ગ

કાયદાને વધાવવા શીખ રીલીજીયસ સોસાયટી પેલેટાઇન પ્રેસિડન્ટ ડોપ્રદિપસિંઘ ગીલ, શ્રી રાજેન્દ્ર સિંઘ માગો સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. તથા પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થનાર શીખ સૈનિકોના પોસ્ટરોનું નિદર્શન કરાવાયુ હતુ. જે ગવર્નરને ભેટરૂપે અપાયા હતા. તેવુ સુશ્રી ઉષાબેન તથા શ્રી સુરેશ બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:09 pm IST)