એન. આર. આઈ. સમાચાર
News of Friday, 16th August 2019

અમેરિકાના આર્ટેસિઆ કેલિફોર્નિયા માં ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ FIA તથા UFICA ના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વંદે માતરમનું ગાન, તથા દેશભકિત સભર ગીતોની રમઝટ, સાથે રંગેચંગે ઉજવણીઃ ફુડ બુથ, જવેલરી બુથ, ફ્રી હેલ્થ કેમ્પના આયોજનો કરાયા

 

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ (FIA) તથા યુનાઇટેડ ફેડરેશન ઇન્ડો અમેરિકન્સ ઓફ કેલિફોર્નિયા (UFICA) ના સંયુકત ઉપક્રમે  આર્ટેસિઆમાં ૧૦ આગસ્ટ ર૦૧૯ ના રોજ ઉમંગભેર ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઇ ગયો. જેમાં ભારતના વિવિધ પ્રાંતોમાં વસતા ભારતીય મૂળના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા.

આર્ટેસિયા પાર્ક ખાતે કરાયેલી ઉજવણીમાં ભારતીય ધ્વજ હાથમાં રાખી મ્યુઝીક, ડાન્સ, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. વંદે માતરમનું ગાન કરાયુ હતુ. બોલીવુડ, તથા કલાસિક ડાન્સ, દેશભકિત સભર ગીતો તેમજ વિવિધ ફુડ બુથ્સના આયોજન સાથે સહુએ રંગેચંગે વતનનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

તકે શ્રી નિરંજન ભટ્ટ, શ્રી લાલ ઠકરાર તથા ડો. નીતિન શાહએ US-Care હેલ્થ કેમપનું આયોજન કર્યુ હતુ. જેમાં વિનામૂલ્યે સુગર, બ્લડપ્રેશર સહિતના નિદાન કરાવી અપાયા હતા.

(10:06 pm IST)