એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 19th August 2018

અમેરિકાએ નિયમો કર્યા હળવા : ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો

મુંબઈ: યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ)એ પોતાના એ નિર્ણયને ફેરવી નાખ્યો છે, જેમાં કહેવાયું હતું કે, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી)માંથી પસાર થનારા આંતરાષ્ટ્રીય એસટીઈએમ વિદ્યાર્થીઓને કસ્ટમર વર્ક સાઈટ્સ પર રાખી શકાશે નહીં. યુએસસીઆઈએસએ આ પ્રતિબંધોને હટાવતા પોતાની વેબસાઈટ પર ફેરફાર કર્યો. જોકે, એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો કે, નોકરીદાતાએ પોતાના પ્રશિક્ષણના દાયિત્વોને પુરું તો કરવું જ પડશે.

તે ઉપરાંત, 2016ના એસટીઈએમ-ઓપીટી રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખતા, યુએસસીઆઈએસ વ્યવસ્થાઓ પર કહેવાયું છે કે, ‘લેબર ફોર હાયર’ની વ્યવસ્થા કરવામાં આવે, જ્યાં એક સશક્ત એમ્પ્લોયર-એમ્પ્લોઈ સંબંધનું અસ્તિત્વ, બંને કાયમ એસટીઈએમ-ઓપીટી કાર્યક્રમનો એક અભિન્ન અંગ રહ્યું છે.

  આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 12 મહિનાના ઓપીટી માટે પાત્ર છે, જે અંતર્ગત તે અમેરિકામાં કામ કરી શકે છે. જેમણે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (એસટીઈએમ)માં પોતાની ડિગ્રી પૂરી કરી છે, તે 24 મહિનાથી વધુ ઓપીટી વધારવા માટે અરજી કરવાને પાત્ર છે. ઓપન ડોર્સ સર્વે (2017) જણાવે છે કે, અમેરિકામાં લગભગ 1.9 લાખ ભારતીય વિદ્યાર્થી છે, જેમાં એસટીઈએમ સિલેબસના વિદ્યાર્થી સૌથી વધુ છે.

   ઈમિગ્રેશન એજન્સીના થર્ડ પાર્ટી પ્લેસમેન્ટ (કસ્ટમર વર્કસાઈટ પર)ના મનાઈના પહેલાના સ્ટેન્ડના નિયમોમાં ઔપચારિક પરિવર્તનના માધ્યમથી રજૂ કરવાને બદલે તેની વેબાસઈટ પર દર્શાવાયા હતા. એપ્રિલમાં બહાર આવનારા આ સ્ટેન્ડમાં ફેરફારનો અર્થ હતો કે ઓપીટી અંતર્ગત એસટીઈએમ વિદ્યાર્થીઓની તાલીમને એમ્પ્લોયરના પોતાના કામકાજોમાં જ ઈનહાઉસ કરી શકાતી હતી. તેણે આંતરાષ્ટ્રીય એસટીઈએમ વિદ્યાર્થીઓ માટે કામોની તકોને ઓછી કરી દીધી હતી.

(6:58 pm IST)