એન. આર. આઈ. સમાચાર
News of Monday, 16th July 2018

સતત સાતમા વર્ષે અમેરિકાના ન્યુજર્સીમાં દબદબાભેર યોજાઇ રથયાત્રાઃ શ્રી સત્ય નારાયણ ધામના ઉપક્રમે ૧૪ જુલાઇના રોજ નીકળેલી રથયાત્રાનું વિવિધ બિઝનેસ સંસ્થાનો દ્વારા ભાવભેર સ્વાગત કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા): ન્યુજર્સી : અમેરિકાના ન્યુજર્સીમાં શ્રી સત્યનારાયણ ધામ, તથા ભારતીય  સમુદાયના  સંયુકત ઉપક્રમે સતત સાતમો  વાર્ષિક રથયાત્રા ઉત્સવ ૧૪ જુલાઇ ર૦૧૮ ના રોજ ઉજવાયો હતો. સાંજે  ૬ વાગ્યે પહિંદ વિધિ સાથે  શ્રી સત્યનારાયણ ધામ ૩૦૩પ, જહોન અફ કનેડી બુલેવર્ડ જર્સી સીટીથી રથયાત્રા શરૂ કરાઇ હતી. જે ન્યુર્યોક એવન્યુના ભારતીય બજારમાંથી પસાર થઇ ટનલી  એવન્યુ, લિબર્ટી એવન્યુ, થઇને શ્રી સત્યનારાયણ ધામે પરત ફરી હતી. રસ્તામાં વિવિધ બિઝનેસ સંસ્થાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતુ  રથયાત્રા દરમિયાન ફણગાવેલા મગ, જાંબુ, તથા બુંદીનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. યાત્રાના સમાપન બાદ સહુ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી.

(9:12 pm IST)