એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 19th May 2021

કોવિડ -19 અસરગ્રસ્ત ભારતીય પરિવારો માટે યુ.એસ.સ્થિત વઢવાણી ફાઉન્ડેશનની પ્રશંસનીય સેવા : 1 મિલિયન ડોલરનું અનુદાન કરશે : જુદી જુદી દસ ચેરિટીઝ અને એનજીઓને મારફત COVID-19 દર્દીઓને તબીબી સહાય પૂરી પાડશે

કેલિફોર્નિયા : અમેરિકામાં લોસ અલ્ટોઝ, કેલિફોર્નિયા  સ્થિત વઢવાણી ફાઉન્ડેશનના પ્રમુખ અને  સ્થાપક  અધ્યક્ષ ડો. રોમેશ વઢવાણીએ 17 મે ના રોજ જણાવ્યું હતું કે તેમનું ફાઉન્ડેશન વતન ભારતના કોવિડ -19  અસરગ્રસ્ત પરિવારો માટે 1 મિલિયન ડોલરનું અનુદાન કરશે . જે  જુદી જુદી દસ ચેરિટીઝ અને એનજીઓ મારફત  COVID-19 દર્દીઓને   તબીબી  સંસાધનો તથા સહાય પૂરી પાડવાનું કામ કરશે.

આ અનુદાનના પ્રથમ તબક્કા માટે, લોસ અલ્ટોઝ, કેલિફોર્નિયા  સ્થિત વઢવાણી ફાઉન્ડેશને નીચે મુજબની  સખાવતી સંસ્થાઓ અને ભાગીદારોની પસંદગી  કરી છે . જેમાં  WISH ફાઉન્ડેશન ,સસ્ટેનેબલ હેલ્થકેર ,ગુંજ , રાહત કોવિડ 2021 ,  અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન , AIFCOVID19 રિસ્પોન્સ , ઇન્ડિયાસ્પોરા  , તથા ચલો આપો પહેલ ની પસંદગી કરવામાં આવી છે. કે જેઓ જરૂરી વિસ્તારોમાં તાત્કાલિક રાહત પૂરી પાડી અસરગ્રસ્ત  પરિવારોને મદદ કરી શકે છે . અસરગ્રસ્ત દર્દીઓ અને પરિવારોને તબીબી સહાય, ખોરાક અને લોન / અનુદાન સહિત સીધી  રાહતનો લાભ  પહોંચાડશે.

અનુદાન ઉપરાંત, ફાઉન્ડેશન 1 સપ્ટેમ્બર, 2121 સુધીકોઈપણ સપોર્ટેડ ચેરિટી / એનજીઓ મારફત ડોનેશન આપશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)