એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th February 2019

અમેરિકાના અર્કાન્સસમાં ફરીથી શરૂ થશે કોલેજ ઓફ એન્જીનીઅરીંગ એન્ડ કોમ્યુટર સાયન્સઃ ૧ જુલાઇથી શરૂ થનારી કોલેજના સૌપ્રથમ ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રી શ્રી અભિજીત ભટ્ટાચાર્યની નિમણુંક

અર્કાન્સસઃ અમેરિકાના અર્કાન્સસમાં ૧ જુલાઇ ૨૦૧૯ થી ફરી શરૂ થઇ રહેલી કોલેજ ઓફ એન્જીનીઅરીંગ એન્ડ કોમ્યુટર સાયન્સના સૌપ્રથમ ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રી શ્રી અભિજીત ભટ્ટાચાર્યની નિમણુંક થઇ છે. તેઓ આ અગાઉ યુનિવર્સિટી ઓફ અર્કાન્સસમાં લિટલ રોક ખાતે વચગાળાના સહાયક ડીન તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. ઉપરોકત પદ ઉપર નિમણુંક મળવા બદલ તેમણે હર્ષની લાગણી વ્યકત કરી હતી. તેઓ IIT ખડગપૂરના પૂર્વ વિદ્યાર્થી છે.

(8:27 pm IST)