યુ.એસ.માં કર્ન ફાઉન્ટી પ્લાનીંગ કમિશનમાં શ્રી રિંક ઝાંજની નિમણુંકઃ આ હોદ્દા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકે સ્થાન
કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયાના કર્ન કાઉન્ટી પ્લાનીંગ કમીશનમાં ઇન્ડિયન અમેરિકન શ્રી રિંક ઝાંજની નિમણુંક થઇ છે. આ પદ ઉપર નિમણુંક મેળવનારા તેઓ સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન છે. તેઓ પંજાબના વતની છે. અને તેમનો જન્મ અમેરિકામાં થયો છે.
તેઓ છેલ્લા ૧૨ વર્ષથી કેલિફોર્નિયામાં કોમર્શીયલ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમજ છેલ્લા ૧૦ વર્ષથી પાર્ટનરશીપમાં પીઝા હટ રેસ્ટોરન્ટની માલિકી ધરાવે છે. તેમના આ વ્યવસાયથી ૪૦૦ જેટલા લોકોને રોજગારી મળી રહી છે.
તેમનો પરિવાર બેકર્સફિલ્ડ હોમલેસ સેન્ટર, શીખ વીમેન્સ એસોસિએશન સહિત વિવિધ સેવાકીય ઓર્ગેનાઇઝેશનમાં સેવાઓ આપે છે. તેઓ બેકર્સફિલ્ડ લાઇફ મેગેઝીનમાં '૨૦ અન્ડર ૪૦ ટુ વોચ'માં સ્થાન મેળવી ચૂકયા છે તેમજ કર્ન કાઉન્ટી ચેમ્બર ઓફ કોમર્સ બોર્ડમાં પણ તેઓ સામેલ છે.