એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th February 2019

યુ.એસ.ના ટેક્સાસમાં ઇન્ડિયન અમેરિકન દંપતી મૃતક હાલતમાં મળી આવ્યું : હત્યા કે આત્મહત્યા અંગે પોલીસ તપાસ ચાલુ : નાની બાળકી નિરાધાર

ટેક્સાસ : યુ.એસ.માં સુગરલેન્ડ ટેક્સાસ મુકામે સ્થાયી થયેલું ઇન્ડિયન અમેરિકન દંપતી તેમના નિવાસ સ્થાનેથી ગઈકાલ 18 ફેબ્રુઆરીના રોજ મૃતક હાલતમાં મળી આવતા પોલીસ ડિપાર્ટમેન્ટ અવઢવમાં મુકાઈ ગયું છે.

પ્રાપ્ત વિગત મુજબ બંનેના મૃતદેહ નજીકથી રિવોલ્વર પણ મળી આવી છે.મૃતક શ્રીનિવાસ ની છાતીમાં ગોળી નું નિશાન તથા તેની પત્ની શાંતિના માથામાં ગોળીનું નિશાન જોવા મળ્યું હતું તેમની બાળકી સમયે એટલેકે વહેલી સવારે ઊંઘમાં હતી

મૃતક શ્રીનિવાસ એનર્જી ક્ષેત્રે કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતા.તેમજ તેઓ સ્થાનિક ચેરિટી ઓર્ગેનાઇઝેશન IACF સાથે જોડાયેલા હતા.દંપતીના અચાનક મૃત્યુ અંગે પોલીસ તપાસ ચાલુ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)