એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 16th February 2019

ભારતના હૈદ્દાબાદમાં ૨૧ થી ૨૪ જુલાઇ ૨૦૧૯ દરમિયાન ગ્‍લોબલ હેલ્‍થ સમીટ'': AAPI તથા GAPIVના સંયુક્‍ત ઉપક્રમે યોજાનારી સમીટમાં અકસ્‍માતે થતા મોતની સંખ્‍યા ઘટાડવા ખાસ CPR ટ્રેનીંગ આપવાનું આયોજન કરાશે

શિકાગોઃ ભારતના હૈદાબાદમાં ૨૧ થી ૨૪ જુલાઇ ૨૦૧૯ દરમિયાન AAPIના ઉપક્રમે''૧૩મી ગ્‍લોબલ હેલ્‍થ સમીટ'નું આયોજન કરાયું છે.

‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)'' તથા ‘‘ગ્‍લોબલ એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GAPIO)ના સંયુક્‍ત ઉપક્રમે યોજાનારી આ સમીટમાં મહિલાઓ તથા ગ્રામ્‍યજનો માટે આરોગ્‍ય સુવિધાઓના આયોજન ઉપરાંત દેશમાં અકસ્‍માતથી થતા મોતની સંખ્‍યા ઘટાડવા આ સમયે તાત્‍કાલિક સારવાર માટેની CPR ટ્રેનીંગ પૂરી પાડવાનું આયોજન કરાશે. તેવું આ સમિટના ઇલે. પ્રેસિડન્‍ટ તથા ચેરમેન ડો.સુરેશ રેડ્ડીએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

ઉપરાંત વતનના નાગરિકોને પોષાય તેવી વ્‍યાજબી કિંમતે અદ્યતન આરોગ્‍ય સેવાઓ મળી રહે તે માટે સહયોગ અપાશે તેવું AAPI પ્રેસિડન્‍ટ ડો.નરેશ પરીખએ જણાવ્‍યું હતું આ સમીટ દરમિયાન વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાશે.

(9:04 pm IST)