એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 16th February 2019

‘‘વોઇસ ઓફ ઇન્‍ડિયન અમેરિકન (VIA)'': અમેરિકામાં વસતા ભારતીય મતદારોના પ્રશ્નોને વાચા આપતું બિન રાજકીય ઓર્ગેનાઇઝેશનઃ ૧૦ ફેબ્રુ.ના રોજ શિકાગો મુકામે શહેરના મેયરપદ માટેના ઉમેદવારો સાથે જાહેર વિચાર વિનિમય તથા પ્રશ્નોતરી માટે કરાયેલા સૌપ્રથમ આયોજનને મળેલો જબ્‍બર પ્રતિસાદઃ મેયરપદ માટેના સાત ઉમેદવારોએ હાજરી આપી ઉપસ્‍થિત ૩૫૦ ઉપરાંત ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી મેમ્‍બર્સ સાથે ચર્ચાઓ કરી પ્રશ્નોના જવાબો આપ્‍યા

શિકાગોઃ શિકાગોની ધરતી ઉપર તથા સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય મતદારોના અમેરિકન સમાજ સાથેના જોડાણ તથા તેમના પ્રશ્નોને વાચા આપતા બિન રાજકિય સંગઠન ‘‘વોઇસ ઓફ ઇન્‍ડિયન અમેરિકન (VIA) વોટર્સ ઇન શિકાગો''ના ઉપક્રમે તાજેતરમાં શિકાગો ઇલિનોઇસ મુકામે ૧૦ ફેબ્રુ. ૨૦૧૯ના રોજ શિકાગોના મેયરપદના ઉમેદવારો સાથે ચર્ચા વિચારણાઓ તથા ગોષ્‍ઠીનો પ્રોગ્રામ યોજાવામાં આવ્‍યો હતો.

VIAના ઉપક્રમે યોજાયેલા આ સૌપ્રથમ જાહેર પ્રોગ્રામમાં શિકાગો મેયરપદ માટેના સાત ઉમેદવારોએ હાજરી આપી હતી. તથા ૩૫૦ ઉપરાંત કોમ્‍યુનીટી મેમ્‍બર્સ જોડાયા હતા. જેનો હેતુ આ ઉમેદવારો સાથે પ્રશ્નોત્તરી, વિચારોના આદાન પ્રદાન, તેમજ રાજકિય ક્ષેત્રે ભારતીયોના મતોનું યોગદાન અંગે ચર્ચાઓ થઇ હતી. તથા ઉદબોધનો કરાયા હતા.

બિન રાજકિય VIAના ફાઉન્‍ડર ભારતીય અગ્રણીઓમાં ડો.ભરત બારાઇ, શ્રી સંજીવ સિંઘ, ડો.અનુજા ગુપ્‍તા સહિતનાઓનો સમાવેશ થાય છે. આ ઓર્ગેનાઇઝેશનમાં વ્‍યાવસાયિકો, નોકરિયાતો, પ્રોફેશ્‍નલ્‍શ સામાજીક કાર્યકરો, સહિત તમામ ક્ષેત્રોના ભારતીયોનો મેમ્‍બર તરીકે સમાવેશ થાય છે. જેના અન્‍ય અગ્રણી આગેવાનોમાં શ્રી ગુલઝાર સિંઘ, શ્રી નિમિષ જાની, શ્રી કાંતિ એસ.પટેલ, શ્રી વિદ્યા જોશી, શ્રી સૈયદ હુસેની, શ્રી ખાજા મોનુદીન, શ્રી ઉલ્‍કા નાગરકર, શ્રી ગીરીશ કપૂર, શ્રી ગુરૂસ્‍વામી, સુશ્રી વંદના ઝીંગાન, શ્રી કીર્થી રેવુરી, શ્રી સવી સિંઘ, સુશ્રી દિપ્‍તી સુરી, ડો.રાહુલ દિપાંકર, શ્રી આસ્‍ફા હુસેન, શ્રી ગ્‍લેડસન વર્ગીસ, શ્રી રૂષી અગ્રવાલ સહિતનાઓનો સમાવેશ થાય છે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.  

(9:02 pm IST)