'' ઇન્ડો અમેરિકન MSME ડેવલપમેન્ટ સમીટ '' : યુ.એસ.ના ન્યુજર્સીમાં ૪ ફ્રેબ્રુ. ર૦૧૯ ના રોજ યોજાઇ ગયેલી સમીટઃ ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી, .TVAsia ના ચેરમેન પદ્મશ્રી શ્રી એચ.આર. શાહ, MSME ચેરમેન, ડીરેકટર, તથા ઇન્ડિયન મિનીસ્ટ્રી સહિત ૧૦૦ ઉપરાંત પ્રતિનિધીઓએ ભાગ લીધો : ભારત તથા અમેરિકા વચ્ચેના વ્યવસાયિક સંબંધો દઢ કરવા મંત્રણા કરાઇ
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તાજેતરમાં અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા TVAsia ઓડીટોરીયમમાં ઇન્ડો અમેરિકના MSME ડેવલપમેન્ટ સમીટનું આયોજન કરાયું હતુ.
૪ ફેબ્રુ. ર૦૧૯ ના રોજ યોજાઇ ગયેલી આ સમીટમાં MSME ડેવલપમેન્ટ ફોરમના ચેરમેનશ્રી રજનીશ ગોએન્કા, ભારતના કોન્સ્યૂલ જનરલશ્રી સંદીપ ચક્રવર્તી, TVAsia ચેરમેન પદ્મશ્રી શ્રી એચ.આર.શાહ તથા ઇન્ડો અમેરીકન MSME નેટવર્ક ડીરેકટર શ્રી રોડ્રિક એલ. ગ્રીન સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ તકે MSME ઇન્ડિયન મિનીસ્ટ્રી તથા વ્યાપારી પ્રતિનિધિ મંડળ વચ્ચે ભારત તથા અમેરિકા વચ્ચેના વ્યવસાયિક સંબંધો વધુ વિકસાવવા મંત્રણાઓ થઇ હતી. જેમા ૧૦૦ ઉપરાંત વ્યવસાયિક અગ્રણીઓએ હાજરી આપી હતી. બાદમાં ડીનરનું આયોજન કરાયું હતુ તેવુ શ્રી રૂપેશ ત્રિવેદીની યાદી જણાવે છે.