એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th October 2019

અમેરિકામાં વિદેશી સ્ટુડન્ટ્સ માટે વિઝા મેળવવામાં વિલંબ : ટ્રમ્પ શાસનમાં રિજેક્ટનુ પ્રમાણ વધ્યું : અમુક યુનિવર્સીટીઓનું મંતવ્ય

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વિઝાકીય પોલીસીના કારણે વિદેશોમાંથી આવતા સ્ટુડન્ટ્સ માટે વિઝા મેળવવાનું કામ વધુ અટપટું બન્યું છે.તથા લાંબી પ્રક્રિયામાં પસાર થવું પડતું હોવાથી વિઝા મેળવવામાં પણ વિલંબ થાય છે.ઉપરાંત રિજેક્શનના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.તેવી રાવ અમુક યુનિવર્સીટીઓએ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉપરાંત વિઝા મળ્યા પછી રીન્યુ કરાવવામાં તેમજ નાગરિકત્વ મેળવવામાં પણ અસાધારણ વિલંબ થઇ રહ્યો હોવાનું ટ્રમ્પની નીતિ રીતિઓને કારણે સામાન્ય બની ગયું છે.તેવું મંતવ્ય વ્યક્ત કરાયું છે.

(6:11 pm IST)