એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th October 2019

મેક્સિકોની સરહદ પાર કરી અમેરિકામાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ નિષ્ફળ : 311 ભારતીયોને મેક્સિકન સરકારે પરત ધકેલ્યા : એજન્ટોને વ્યક્તિદીઠ આપેલા 25 થી 30 લાખ રૂપિયા પાણીમાં

ન્યુદિલ્હી : અમેરિકામાં નિવાસ અને કામ અપાવવાની લાલચ આપી વ્યક્તિદીઠ 25 થી 30 લાખ રૂપિયા ઓળવી જવામાં લેભાગુ એજન્ટો વધુ એક વાર સફળ થયા છે.જે મુજબ તાજેતરમાં  મેક્સિકોની સરહદ પાર કરી અમેરિકામાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરનાર 311 ભારતીયોને મેક્સિકન સરકારે પરત ધકેલી દીધા છે.

ઉલ્લેખનીય છે કે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં મેક્સિકો બોર્ડર પર ઘુસણખોરીને ડામવા માટે સુરક્ષા વધારવાની વાત કહી હતી. તેમણે ધમકી આપી હતી કે જો મેક્સિકો આમ નહીં કરે તો આયાત થનારા સામાન પર ટેરિફ વધારી દેવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:20 am IST)