એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 17th October 2018

અમેરિકામાં ૬ નવેં.ના રોજ મધ્યસત્રી ચૂંટણીઃ ૧૨ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવા મેદાનમાં: ૧૨ પૈકી ૨ મહિલા સહિત ૬ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો માટે નિશ્ચિત વિજયની શકયતા દર્શાવતા પોલિટીકલ પંડિતો

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૬ નવેં.ના રોજ યોજાનારી મધ્યસત્રી ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૧૨ ઇન્ડિયન અમેરિકનો છે જેમણે સંયુકત પણે ભેગા કરેલા ફંડની રકમ ૨૬ મિલીયન ડોલર થવા જાય છે. જે ફેડરલ ઇલેકશન કમિશ્નર દ્વારા ૩૦ સપ્ટેં. સુધી ભેગા કરાયેલા ફંડનો જાહેર કરાયેલો આંકડો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચૂંટણી લડતા ઉમેદવારના ચૂંટણી કમ્પેન અંતર્ગત તે કેટલું ફંડ ભેગુ કરી શકે છે. તેના આધારે તેના વિજયનો અંદાજ લગાવાય છે. આ ફંડ તેના પ્રતિસ્પર્ધી કરતા વધુ હોય તો તેની જીતવાની શકયતા પણ વધી જાય છે.

આ ચૂંટણીઓમાં ૧૨ પૈકી ૬ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોએ તેમના પ્રતિસ્પર્ધી કરતા વધુ ફંડ ભેગુ કરી લીધુ છે. જેઓનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે આ ૬ ઉમેદવારોમાં શ્રી રાજા ક્રિશ્નામુર્થી, શ્રી રોખન્ના, સુશ્રી પ્રમિલા જયપાલ, શ્રી અમીબેરા, સુશ્રી હિરલ ટિપિરનેની, તથા શ્રી અફતાબ પુરેવાલનો સમાવેશ થાય છે. આ ૬ ઉમેદવારોમાં ૨ મહિલાઓ છે. 

(10:10 pm IST)