એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th October 2018

યુ.કે.માં ડીસેં.૨૦૧૮ થી ઇમીગ્રેશન હેલ્‍થ સરચાર્જ (IHS)ડબલ થઇ જશેઃ યુરોપ સિવાયના દેશોમાંથી આવતા નાગરિકો,સ્‍ટુડન્‍ટસ, વ્‍યાવસાયિકો તેમજ પરિવારજનો માટે વીઝા મોંઘા થશે

લંડનઃ યુ.કે.ગવર્મેન્‍ટએ ડીસે.૨૦૧૮ થી ઇમીગ્રેશન હેલ્‍થ સરચાર્જ (IHS)માં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે વર્તમાન દરથી ડબલ જેટલો થઇ જશે. પરિણામે યુરોપ સિવાયના દેશોમાંથી આવતા નાગરિકો, સ્‍ટુડન્‍ટસ, વ્‍યાવસાયિકો તેમજ પરિવારજનો માટે વીઝા મોંઘા થઇ જશે.

હાલમાં ૨૦૧૫ની સાલથી IHS દર વાર્ષિક ૨૦૦ પાઉન્‍ડ છે તે ડીસેં.૨૦૧૮ થી ૪૦૦ પાઉન્‍ડ થઇ જશે. સ્‍ટુડન્‍ટસ માટેના ડીસ્‍કાઉન્‍ટ રેટ ૧૫૦ પાઉન્‍ડ હતા તે ૩૦૦ પાઉન્‍ડ થઇ જશે.

આ વધારાને પરિણામે મળનારી ૨૨૦ મિલીયન પાઉન્‍ડ જેટલી વધારાની રકમને ઉપયોગ નેશનલ હેલ્‍થ સર્વિસ માટે કરાશે.

આ વધારાનો અમલ પાર્લામેન્‍ટની મંજુરી બાદ કરાશે.

(10:11 pm IST)