એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th October 2018

ભારતીયોનો આભૂષણ પ્રેમ : અમેરિકામાં ચોરો માટે મોટું આકર્ષણ

ન્યુજર્સી : ભારતીય લોકોને સેંકડો વર્ષોથી સોના ચાંદી તેમજ હીરાના આભૂષણો પ્રત્યે વિશેષ લગાવ છે.જે પરદેશમાં સ્થાયી થયા પછી પણ જળવાઈ રહે છે.પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો માટે બાબત ચોરો માટે મોટા આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હોવાનું જાણવા મળે છે.

ભારતીયો મોંઘા આભૂષણ પહેરે છે. તાજેતરમાં એક મોટેલ માલિકના ત્યાંથી 15 કરોડના આભૂષણની ચોરી થઈ હતી. અમેરિકી ચોરોની ગેંગ ભારતીયોના ડેટા ઓનલાઈન મેળવી ચોરી કરે છે. તેથી અવારનવાર સત્તાવાળાઓ અંગે ભારતીયોને સતર્ક કરે છે.તથા છાશવારે લૂંટફાટનો ભોગ બનતા ભારતીયોને સાવધાન રહેવા અથવા દાગીનાનો શોખ ઓછો કરવા અનુરોધ કરે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)