એન. આર. આઈ. સમાચાર
News of Friday, 14th September 2018

યુ.એસ. માં H-1B વીઝા ધારકોને ઓછુ વેતન આપવા બદલ રેડમન્‍ડ સ્‍થિત પીપલ ટેક ગૃપ કંપનીને દંડ :૧ર કર્મચારીઓને તફાવતની રકમ પેટે ૩ લાખ ડોલર ચૂકવવા સાથે ૪પ હજાર ડોલરની પેનલ્‍ટી ફટકારતું યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ લેબર વેઇજ ડીવીઝન

રેડમન્‍ડઃ યુ.એસ.માં H-1B  કર્મચારીઓ પૂરા પાડતી તથા ભારતના બેંગલુરૂ અને હૈદ્રાબાદમાં ઓફિસો ધરાવતી રેડમન્‍ડ  સ્‍થિત પિપલ ટેક ગૃપને તેના ૧ર કર્મચારીઓને ઓછું વેતન આપવા બદલ ૪પ હજાર ડોલરની  પેનલ્‍ટી ફટકારાઇ છે.  તથા તેના  ૧ર કર્મચારીઓને મળીને ૩ લાખ ૯ હજાર નવસો ડોલરની રકમનો તફાવત ચૂકવવા આદેશ કર્યો છે.

યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ  લેબર વેજ એન્‍ડ હબંર ડીવીઝન ( WHD )  એ કરેલી તપાસમાં જાણવા મળ્‍યા મુજબ   કંપનીએ લેબર પ્રોવિઝન લો નો ભંગ કર્યાનું ખુલતા ઉપરોકત તફાવત તથા પેનલ્‍ટી ચુકવવાનો આદેશ કર્યાનુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(10:02 pm IST)