News of Friday, 18th June 2021
અમેરિકાના એટલાન્ટામાં આવતા મહિને AAPI નું વાર્ષિક અધિવેશન : 2 જુલાઈથી 4 જુલાઈ દરમિયાન મળનારા ત્રિદિવસીય અધિવેશનમાં હેલ્થ ,બિઝનેસ ,પોલિટિક્સ ,તેમજ બૉલીવુડ સહિત જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ હાજરી આપશે
જ્યોર્જિયા : અમેરિકાના એટલાન્ટા જ્યોર્જિયામાં આવતા મહિને AAPI નું 39 મુ વાર્ષિક અધિવેશન મળશે. 2 જુલાઈથી 4 જુલાઈ દરમિયાન મળનારા ત્રિદિવસીય અધિવેશનમાં હેલ્થ ,બિઝનેસ ,પોલિટિક્સ ,તેમજ બૉલીવુડ સહિત જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ હાજરી આપશે .
.
સીએનએન સેન્ટર તથા જ્યોર્જિયા વર્લ્ડ કોંગ્રેસ સેન્ટર ,ઓમની એટલાન્ટા ખાતે મળનારા આ અધિવેશનમાં કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ મર્યાદિત લોકોને આમંત્રિત કરાશે તથા સરકારશ્રીના કોવિદ ને લગતા નિયમોનું પાલન કરાશે .
અધિવેશનમાં ઉદબોધન કરનારા મહાનુભાવોમાં જ્યોર્જિયા ગવર્નર ,સેનેટર્સ ,ડેમોક્રેટિક પાર્ટી લીડર ,એટલાન્ટા મેયર ,તેમજ સુવિખ્યાત હિન્દૂ ધાર્મિક અગ્રણી શ્રી દાણાંપની નો સમાવેશ થાય છે.
(7:16 pm IST)