News of Monday, 17th June 2019
અમેરિકાના એડિસન ન્યુજર્સી કાઉન્સિલર શ્રી અજય પાટીલએ બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવી : ડેમોક્રેટિક પાર્ટીએ સમર્થન ઘોષિત કર્યું
ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન એડિસન ન્યુજર્સી કાઉન્સિલર શ્રી અજય પાટીલએ બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવી છે.જેઓને બીજી ટર્મ માટે પણ ડેમોક્રેટિક પાર્ટીએ સમર્થન ઘોષિત કર્યું છે.તેમની સાથોસાથ અન્ય કાઉન્સિલર જો કોયલેને પણ પાર્ટીએ સમર્થન ઘોષિત કર્યું છે.જયારે અન્ય બે કાઉન્સિલરો સમર્થન મેળવી શક્યા નથી.
શ્રી પાટીલ 2016 ની સાલમાં કાઉન્સિલ મેમ્બર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
(12:17 pm IST)