એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 15th June 2019

યુ.એસ.માં ૮ જુન ૨૦૧૯ના રોજ NCAIA શિકાગો ચેપ્ટરનો લોચીંગ પ્રોગ્રામ યોજાયોઃ ૪૫ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ઓર્ગેનાઇઝેશન્શને એક છત્ર હેઠળ લાવવાનો હેતુઃ ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સુધાકર દલેલા, કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ

ઇલિનોઇસઃ યુ.એસ.માં ૮ જુન ૨૦૧૯ના રોજ નેશનલ કાઉન્સીલ ઓફ એશિઅન ઇન્ડિયન એશોશિએશન્શ (NCAIA) શિકાગો ચેપ્ટરના ઉપક્રમે ૪૫ ઉપરાંત સક્રિય ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી સર્વિસ ઓર્ગેનાઇઝેશન્શને એક છત્ર હેઠળ લાવતા પ્રોગ્રામનું લોચીંગ કરવામાં આવ્યું.

નોર્ધન ઇલિનોઇસ યુનિવર્સિટી કેમ્પસ, નેયરવિલે ઇલિનોઇસ મુકામે યોજાઇ ગયેલા આ લોન્ચીંગ પ્રોગ્રામમાં ૨૩ ઓર્ગેનાઇઝેશન્શએ તેમના દ્વારા યુ.એસ.તથા ભારતના લાખો નાગરિકો માટે કરાતી હેલ્થકેર, સિનીયર વેલ્ફેર, વોટર એન્ડ એનવાયરમેન્ટ, એજ્યુકેશન સહિત વિવિધ ક્ષેત્રે કરાતી સેવાઓનો હેતુ લક્ષ્યાંક, તથા અહેવાલ રજુ કરાયા હતા.

પ્રોગ્રામના ચિફ ગેસ્ટ તરીકે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સુધાકર દલેલા હતા તથા કોંગ્રસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્તિ ગેસ્ટ ઓફ ઓનર હતા. સ્પોન્સર તરીકે ડો,બાલાજી રાજગોપાલન હતા. આ પ્રસંગે ઓર્ગેનાઇઝીંગ કમિટી મેમ્બર્સ શ્રી હરીશ કોલાસાની ડો.પાઉલ પ્રભાકર, તથા ડો મનુ વોરા સહિત ૧૮૦ ઉપરાંત લોકોએ હાજરી આપી હતી.

NCAIAના નેશનલ પ્રેસિડન્ટ શ્રી હરીશ કોલાસાની, કોન્સ્યુલ જનરલ શ્રી સુધાકર દલેલા, શ્રી રાજા ક્રિશ્નામુર્થી, સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. તથા ફઘ્ખ્ત્ખ્ ટીમ અને કોમ્યુનીટી લીડર્સએ મિડીયાનો આભાર માન્યો હતો. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)