એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 15th June 2019

યુ.એસ.માં ૧૮ જુન ૨૦૧૯ના રોજ એશિઅન અમેરિકન ફેડરેશનનો વાર્ષિક પ્રોગ્રામઃ પિયરે મુકામે યોજાનારા પ્રોગ્રામમાં ૪ મહાનુભાવોનું સ્પિરિટ ઓફ એશિઅન અમેરિકન એવોર્ડથી સન્માન કરાશે

ન્યુયોર્કઃ યુ.એસ.માં એશિઅન અમેરિકન ફેડરેશનનો ૩૦ મો વાર્ષિક ગાલા પ્રોગ્રામ ૧૮ જુન ૨૦૧૯ના રોજ પિયરે મુકામે ઉજવાશે.

ઓકશન પ્રોગ્રામ દ્વારા ભેગા થનારા ફંડનો ઉપયોગ ૭૦ મેમ્બર એજન્સી માટે તથા મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોચીંગ માટે, ૨૦૨૦ની સાલમાં થનારી વસતિ ગણતરીમાં એશિઅન  અમેરિકન પ્રજાજનો સમાવિષ્ટ કરવામાં આવે તે માટે, સ્મોલ બિઝનેસના વિકાસ માટે, તથા એશિઅન અમેરિકન્સ ન્યુયોર્ક સીટીના હિતાર્થે વપરાશે.

ઉપરાંત વ્યાવસાયિક સિધ્ધિઓ તથા ચેરીટી વર્ક માટે મહત્વનું યોગદાન આપનાર ૪ મહાનુભાવોનું એશિઅન અમેરિકન એવોર્ડથી સન્માન કરાશે. જેમાં શ્રી એન્જેલા બાયન, ડો.હેનરી શેન, શ્રી ડોનાલ્ડ ચુ, તથા શ્રી પરાગ વી. મહેતાનો સમાવેશ થાય છે.

કાર્યક્રમના સ્પેશ્યલ ગેસ્ટ તરીકે એટર્ની જનરલ શ્રી લેટિઆ જેમ્સ, પબ્લીક એડવોકેટ શ્રી જુમાને વિલીઅમ્સસ, તથા કાઉન્સીલ મેમ્બર શ્રી પિટર કુ, શ્રી રફેલ એસ્પિનલ તથા બ્રેડ લેન્ડર કોકટેલ રીસેટશનમાં હાજરી આપશે.

રીસેપ્શનનો સમય સાંજે ૬ થી ૭ વાગ્યાનો રહેશે. સ્થળ પિયરે ર ઇસ્ટ, ૬૧મી સ્ટ્રીટ, પાંચમો એવન્યુ છે.

વિશેષ માહિતી માટે સુશ્રી મીરા વેણુગોપાલનો કોન્ટેક નં.(૨૧૨) ૩૪૪-૫૮૭૮ ૨૨૪ દ્વારા સંપર્ક સાધી શકાશે. તેવું સુશ્રી મીરા વેણુગોપાલની યાદી જણાવે છે.

(8:47 pm IST)