એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 15th June 2019

યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્કના ઉપક્રમે ૨૩ જુન રવિવારે પાંચમો ''આંતર રાષ્ટ્રિય યોગા દિન'' ઉજવાશે

ન્યુયોર્કઃ યુ.એસ.માં કોન્સ્યુ લેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્ક તથા ફ્રેન્ડસ ઓફ યોગાના સંયુકત ઉપક્રમે ૨૩ જુન ૨૦૧૯ રવિવારના રોજ પાંચમો આંતર રાષ્ટ્રિય યોગા દિન ઉજવાશે.

ફેર બ્રિજ હોટલ એન્ડ કોન્ફરન્સ સેન્ટર ૧૯૫, ડેવિડસન એવ. સમરસેટ ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૦ વાગ્યાનો રહેશે. જેમાં શામેલ થવા સહુને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું ભારતીય વિદ્યા ભવન શ્લ્ખ્ દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)