એન. આર. આઈ. સમાચાર
News of Monday, 18th May 2020

કોવિદ -19 : કેનેડાના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા તથા વિદેશોમાં રહી ઓનલાઇન અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે સરકારે નિયમો હળવા કર્યા : અભ્યાસકાળ દરમિયાનનો સમય પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પ્રોગ્રામમાંથી બાદ મળશે

ટોરોન્ટો : વર્તમાન કોવિદ -19 ના સંજોગોને કારણે વિદેશથી કેનેડા આવી નહીં શકનાર પરંતુ કેનેડાના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા અને ઓનલાઇન અભ્યાસ કરી રહેલા વિદેશી સ્ટુડન્ટ્સ માટે સરકારે નિયમો હળવા કર્યા છે.જે મુજબ તેઓનો અભ્યાસકાળ દરમિયાનનો સમય તેમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પ્રોગ્રામમાંથી  બાદ અપાશે.તેથી તેઓ પુરા 3 વર્ષ સુધી વર્ક પ્રોગ્રામનો  લાભ લઇ શકશે તેમજ આગળ જતા ગ્રીન કાર્ડ પણ મેળવી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)