એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th January 2019

" અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (AAPI) : મુંબઈમાં યોજાયેલ ગ્લોબલ હેલ્થ સમિટ અંતર્ગત મહિલા ફોરમનું ઉદઘાટન કરતા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા સુશ્રી અમૃતા ફડનવીસ : ડો.આશા પરીખ ,સુશ્રી દિના ઉપ્પલ ,ડો.નંદિતા પાલસેકતર ,ડો.રત્ના જૈન ,તથા સુશ્રી સંગીતા રેડ્ડી સહીત અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિ

મુંબઈ : તાજેતરમાં મુંબઈ મુકામે " અમેરિકન એશોશિએશન ઓફ  ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (AAPI) ના ઉપક્રમે  30 ડિસેમ્બર 2018 ના રોજ  ગ્લોબલ હેલ્થ કેર સમિટના સમાપન પ્રસંગે યોજાયેલ મહિલા  ફોરમનું  ઉદઘાટન  મહારાષ્ટ્રના પ્રથમ મહિલા સુશ્રી અમૃતા ફડનવીસએ કર્યું હતું તથા ઉપસ્થિત મહિલાઓને પ્રેરણાદાયક ઉદબોધન કર્યું હતું

ડો.આશા પરીખના અધ્યક્ષપદે યોજાયેલ આ ફોરમમાં સુશ્રી દિના ઉપ્પલ ,ડો.નંદિતા પાલસેકતર ,ડો.રત્ના જૈન ,તથા સુશ્રી સંગીતા રેડ્ડી સહીત અગ્રણી મહિલાઓએ હાજરી આપી હતી.તથા ભારતમાં હેલ્થકેર પ્રશ્ને મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી.

(8:17 pm IST)