એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th January 2019

" પ્રવાસી ભારતીય દિવસ (PBD) " : ઉત્તરપ્રદેશના વારાણસીમાં 21 થી 23 જાન્યુ 2019 ના રોજ કરાયેલું આયોજન : 22 તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે : 23 જાન્યુ ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને હસ્તે એવોર્ડ વિતરણ સાથે સમાપન થશે : PBD માં આવેલા ભારતીયોને 24 તારીખે કુંભમેળામાં લઇ જવાની ખાસ વ્યવસ્થા : અત્યાર સુધીમાં 5802 NRI એ રજીસ્ટ્રેશન કરાવી લીધું :

ન્યુદિલ્હી : વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે બુધવારે જણાવ્યા મુજબ  ઉત્તરપ્રદેશના વારાણસીમાં 21 થી 23 જાન્યુ 2019 દરમિયાન યોજાનારા પ્રવાસી ભારતીય દિવસમાં હાજરી આપવા માટે અત્યાર સુધીમાં 5802 NRI એ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.આ વખતના પ્રવાસી ભારતીય દિવસમાં ડબલ આકર્ષણ છે.જે મુજબ પ્રયાગરાજ મુકામે શરૂ થયેલા કુંભમેળાની મુલાકાતનો પણ વિદેશથી આવનારા ભારતીય મહેમાનોને લાભ મળશે તેથી આ વખતે ગયા વખતના પ્રવાસી દિવસ કરતા ડબલ ઉપરાંત સંખ્યા થવાનું અનુમાન છે.

પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન 22 જાન્યુ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે તથા 23 તારીખના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે એવોર્ડ વિતરણ બાદ સમાપન થશે

(6:30 pm IST)