એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th January 2019

સિંગાપોરમાં ભારતીય મૂળના 34 વર્ષીય એમ.ક્રિષ્નન ઉપર 40 વર્ષીય મહિલાની હત્યાનો આરોપ : બંને વચ્ચેના સબંધોનો ખટરાગ જવાબદાર હોવાનું અનુમાન

સિંગાપોર : સિંગાપોરમાં ભારતીય મૂળના 34 વર્ષીય એમ.ક્રિષ્નન ઉપર 40 વર્ષીય મહિલા મલ્લિકા બેગમ રહેમાન ની હત્યાનો આરોપ લગાવાયો છે. જે માટે  બંને વચ્ચેના સબંધોનો  ખટરાગ  જવાબદાર હોવાનું અનુમાન છે. પ્રાપ્ત વિગત મુજબ મહિલા તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃતક હાલતમાં મળી આવી હતી.જ્યાં બંને વચ્ચે ઝગડો થયો હોવાનું અનુમાન છે.આરોપી નાસી છૂટ્યો છે.તે પકડાયા બાદ કામ ચલાવશે અને જો તેના ઉપરનો આરોપ પુરવાર થશે તો તેને ફાંસીની સજા થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:57 am IST)