એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 17th November 2018

H-1B વિઝાધારકોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા યુ.એસ. કોંગ્રેસમાં પ્રસ્તાવ રજૂ : પ્રેસિડન્ટ ટ્રમ્પના આ અધિકાર છીનવી લેવાના નિર્ણયને ફટકો

વોશિંગટન : અમેરિકામાં H-1B  વિઝાધારકોના જીવનસાથીને કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા માટે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ થયો છે.જે પ્રેસિડન્ટ ના આ એચ.-4 વિઝાધારકોના કામ કરવાના અધિકારને છીનવી લેવા સામે રક્ષણાત્મક ગણાય છે. જે પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના સમયમાં અપાયો હતો.આ અધિકાર ધરાવતા વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા સહુથી વધુ છે.1 લાખ જેટલા એચ.-4 વિઝા ધારકોમાં મહિલાઓ ની સંખ્યા 90 ટકા જેટલી છે.

 એચ.-4 એમ્પ્લોયમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રસ્તાવ 2 લો મેકર્સએ કોંગ્રેસમાં રજૂ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)