News of Monday, 14th October 2019
કડક ચકાસણી વચ્ચે અમેરિકાએ આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા : ગયા વર્ષના 3.35 લાખની સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર
વોશિંગટન : 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં કડક ચકાસણી વચ્ચે પણ અમેરિકાએ સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા છે. ગયા વર્ષના 3.35 લાખની સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર કરાયા છે.જેમાં નવા વિઝા તથા કામ કરવાની મુદતમાં વધારો કરતા બંને પ્રકારના વિઝાનો સમાવેશ થઇ જાય છે.
2015 ની સાલમાં 2.88 લાખ H-1B વિઝા મંજુર કરાયા હતા.જેની સરખામણીમાં આ વર્ષે એટલેકે 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં આ આંકડો 3.89 લાખને આંબી ગયો છે.તેવું USCIS એ જાહેર કરેલ આંકડાઓ દ્વારા જાણવા મળે છે.
(12:31 pm IST)