એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 17th October 2018

કેનેડાના ટોરોન્ટો ઓન્ટારીઓમાં ઉજવાઈ રહેલો " શરદીય નવરાત્રી મહોત્સવ " : આજ 17 ઓક્ટો.ના રોજ હવન તથા આવતીકાલ 18 ઓક્ટો.ગુરુવારે વિજયા દશમી ઉત્સવ ઉજવાશે

ટોરોન્ટો : કેનેડાના ટોરોન્ટો ઓન્ટારીઓ મુકામે ભારતનો ખુબ જ લોકપ્રિય તહેવાર શરદીય નવરાત્રી ઉત્સવ 9 ઓક્ટો.2018 થી શરુ થઇ ગયો છે.જે અંતર્ગત નોરતાના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરાયા બાદ દરરોજ માતાજીની પૂજા આરતી,તથા રાસ ગરબાના પ્રોગ્રામ સાથે ખેલૈયાઓ આનંદ માણી રહ્યા છે.આજ 17 ઓક્ટો.બુધવારે હવનનું  આયોજન કરાયું છે. તથા આવતીકાલ 18 ઓક્ટો.ગુરુવારના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)