એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 17th September 2020

વિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો

કેનેડા અને યુ.એસ.માં  SGVP ગુરુકુળ કેનેડા અને SGVP ગુરુકુળ યુ.એસ.એ. ના  (શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ) ઉપક્રમે વિનામૂલ્યે સંસ્કૃત ભાષા શીખવા માટેના વર્ગો શરૂ કરાયા છે. દર શુક્રવારે રાત્રે 9 કલાકે ( EST ) યોજાનારા આ ક્લાસમાં જોડાવા માટે  https://www.sgvp.ca/activities/online-sanskrit-class દ્વારા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.તથા learn-sanskrit+subscribe@sgvp.ca  ઈમેલ કરી ગ્રુપમાં જોડાઈ શકાય છે. જેથી ક્લાસમાં કઈ રીતે જોડાવું તે અંગે માર્ગદર્શન અપાશે. તેવું શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ યુ.એસ.એ. (SGVP ગુરુકુળ યુ.એસ.એ.) 2006 ફોર્ટ આરગીલ રોડ, બ્લુમિંગડેલ, GA ની યાદીમાં જણાવાયું છે.

(12:08 pm IST)