IIT ખડગપુરના ૬ ઇન્ડિયન અમેરિકન પૂર્વ સ્ટુડન્ટસને સન્માનિત કરાશેઃ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ ર૦ જુલાઇ ર૦૧૮ ના રોજ એવોર્ડ અપાશે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપશે
ખડગપુરઃ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(IIT) ખડગપુર એ ૩ જુલાઇ ર૦૧૮ ના રોજ જાહેર કર્યા મુજબ ઇન્સ્ટીટયુટના ૬ ઇન્ડીયન અમેરિકન પૂર્વ સ્ટુડન્ટસને ‘‘ડીસ્ટીંગીશ્ડ એલ્યુમનસ એવોર્ડ'' આપી ર૦ જુલાઇ ર૦૧૮ ના રોજ સન્માનિત કરાશે. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપશે.
જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત થનાર ૬ ઇન્ડિયન અમેરિકન પૂર્વ સ્ટુડન્ટસમાં કોર્નેલ યુનિવર્સિટના શ્રી આશિષ દત્તા, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સુ.શ્રી ચૈતાલી ચક્રવર્તી, રૂટગર્સ યુનિવર્સિટીના શ્રી નારાયણ બી.ટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્ર્નિયા ઇરવિનના શ્રી રમેશ જૈન, સેન્ટ્રલ ફલોરિડા યુનિવર્સિટીના શ્રી સુદિરતા સિલ તથા pratt ઇન્સ્ટીટયુટના શ્રી એ. હરેશ લાલવાણીનો સમાવેશ થાય છે.