એન. આર. આઈ. સમાચાર
News of Friday, 17th May 2019

યુ.એસ.માં પાઘડીધારી શીખ યુવાનને મોડી રાત્રે બારમાં પ્રવેશવા દેવાનો ઇન્કાર કરાયોઃ ન્યુયોર્કના લોંગ આઇલેન્ડ ખાતે આવેલા બારમાં મિત્રોને મળવા ગયેલા શીખ યુવાન ગુરબિન્દર ગ્રેવાલને પરત ફરવું પડ્યું

ન્યુયોર્કઃ યુ.એસ.માં ન્યુયોર્કના લોંગ આઇલેન્ડમાં આવેલા એક વારમાં પાઘડીધારી શીખ યુવાનને પ્રવેશવાનો ઇન્કાર કરી દેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ સ્ટોની બુક યુનિવર્સિર્ટીમાંથી તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલો શીખ યુવાન ૨૩ વર્ષીય ગુરવિન્દર ગ્રેવાલ ૧૧મે ૨૦૧૯ના રોજ તેના મિત્રને મળવા મોડી રાત્રે પોર્ટ જે ફરસનમાં આવેલા હાર્બર ગ્રીલ ગયો હતો. જ્યાં મેનેજરે આ યુવાનને પાઘડી પહેરેલી હોવાથી પ્રવેશતો અટકાવ્યો હતો. તેથી તેણે પાઘડી  પોતાના શીખ ધર્મનું પ્રતિક હોવાનું જણાવ્યું હતું. પરંતુ મેનેજરે પોતાના બારની પોલીસી મુજબ યુવાનને પ્રવેશ નહીં મળે તેવું જણાવતા તે સ્તબ્ધ થઇ ગયો હતો.

જો કે બાર સંચાલકો ખુલાસો કરતા જણાવ્યું હતું કે બારમાં આવનાર વ્યકિતની ઓળખ માટે માત્ર પાઘડી જ નહીં હેટ કે કેપ સહિત કોઇપણ વસ્તુ માથા ઉપર શુક્રવાર તથા શનિવારે રાત્રે ૧૦ વાગ્યા પછી રાખવા દેતા નથી. જે અમારી વીક એન્ડ પોલીસી હોવાથી શીખ યુવાનની લાગણી દુભાવા બદલ અમે દિલગીરી વ્યકત કરીએ છીએ તેવું NRI Pulse દ્વારા જાણવા મળે છે.

(9:37 pm IST)