એન. આર. આઈ. સમાચાર
News of Friday, 17th May 2019

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ સ્ટેટમાં કાર અકસ્માતથી 2 શીખ યુવાનોના કરુણ મોત : ત્રીજો યુવાન ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

ઇન્ડિયાનાપોલીસ : અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ સ્ટેટમાં કાર અકસ્માતથી 2 શીખ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે જયારે કારમાં બેઠેલો ત્રીજો યુવાન ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલ ગુરુવારે suv  કાર લઈને નીકળેલા શીખ યુવાનોની ફુલ સ્પીડે જતી સ્પોર્ટ્સ કાર એક ઝાડ સાથે ટકરાતા ઉપરોક્ત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જે અંતર્ગત 19 વર્ષીય વરુણદીપ એસ.બ્રિ ન્ગ તથા 22 વર્ષીય દવનીત એસ.ચહલનું કરૂણ મોત નીપજ્યું છે.તથા 20 વર્ષીય ગુરજોત એસ.સંધુને હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:59 pm IST)