એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 17th May 2018

યુ.કે.માં ભારતીય મૂળના સહિત ૩૦૦૦૦ જેટલા વિદેશી નાગરિકો માટે દેશનિકાલની નોબતઃ ટેકસ રીટર્નમાં વીઝા સ્‍ટેટસ દર્શાવવામાં થયેલી ભૂલને સરકારે ગંભીરતાથી લેતા વિરોધ નોંધાવી દેશમાં રહેવાનો તથા કામ કરવાનો અધિકાર માંગ્‍યો

લંડનઃ યુ.કે.માં ડોકટર્સ, લોયર્સ, એન્‍જીનીયઅર્સ, તથા આંત્રપ્રિીઅર્સ સહિતના વિશિષ્‍ટ સ્‍થાન દર્શાવતા ૩૦૦૦૦ જેટલા ભારતીય મૂળના સહિત વિદેશી મૂળના નાગરિકોએ દેશનિકાલ થવાની નોબત આવતા સરકાર સામે વિરોધ નોંધાવા પિટીશન દાખલ કરી છે.

યુ.કે.હોમ ઓફિસ આ વિદેશી મૂળના નાગરિકોના ટેકસ રીટર્નમાં દર્શાવેલા વીઝા સ્‍ટેટસને ધ્‍યાને લઇ તેઓને દેશનિકાલ કરી શકે તેવું જણાતા ઉપરોક્‍ત પિટીશન દ્વારા વિરોધ નોંધાવાયો છે. તથા દેશમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર માંગ્‍યો છે

જો કે પાકિસ્‍તાની મૂળના નવનિયુક્‍ત હોમ સેક્રેટરી સાજીદ જાવેદએ આ બાબતે તેમની ભૂલને ધ્‍યાને ન લેવા તથા તુરત જ નિર્ણય ઉપર ફેર વિચારણાં કરવા યુ.કે.ની HASCને ભલામણ કરી છે તેવું પાર્લામેન્‍ટરી કમિટીને જણાવ્‍યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:04 pm IST)