એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 17th May 2018

‘‘ટોપ ૧૦૦ ઇન્‍ડિયન લીડર્સ ઇન ધ આરબ વર્લ્‍ડ'': ફોર્બ્‍સ મિડલ ઇસ્‍ટ દ્વારા ઘોષિત કરાયેલ ૧૦૦ ભારતીયોની કુલ સંપતિ ૨૬.૪ બિલીયન ડોલરઃ પ્રથમ ક્રમે LULU ગૃપના શ્રી યુસુફ અલી MA,તથા બીજા ક્રમે શ્રી બી.આર શેટ્ટી અને ત્રીજા ક્રમે શ્રી રવિ પિલ્લાઇ

દુબઇઃ ‘‘ટોપ ૧૦૦ ઇન્‍ડિયન લીડર્સ ઇન ધ આરબ વર્લ્‍ડ'' ફોર્બ્‍સ મિડલ ઇસ્‍ટ દ્વારા ઘોષિત કરાયેલી ૧૦૦ ભારતીય મૂળના ધનિકોની યાદી મુજબ તેઓ તમામની મળી કુલ સંપતિ ૨૬.૪ બિલીયન ડોલર થવા જાય છે.

આ ૧૦૦ ધનિકોમાં પ્રથમ ક્રમે ૧૨ બિલીયન ડોલરની સંપતિ સાથે શ્રી યુસુફ અલી MA છે. જેઓ ગલ્‍ફના તમામ ધનિકોમાં ત્રીજા સ્‍થાને છે તથા ભારતીય મૂળના ધનિકોમાં પ્રથમ સ્‍થાને છે તથા LULUગ્રુપના મેનેજીંગ ડીરેકટર છે.

ભારતીય મૂળના ૧૦૦ ધનિકોમાં બીજા ક્રમે ૩.૬ બિલીયન ડોલરની સંપતિ સાથે શ્રી બી આર શેટ્ટી તથા ૩.૫ બિલીયન ડોલરની સંપતિ સાથે ત્રીજા ક્રમે શ્રી રવિ પિલ્લાઇ છે.

UAE ખાતેના ભારતના રાજદૂત શ્રી નવદીપસિંઘ સૂરીના જણાવ્‍યા મુજબ ગલ્‍ફ દેશોમાં તમામ ક્ષેત્રે ભારતીયો અવ્‍વલ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:01 pm IST)